Importance of Family

“ પૃથ્વીનો છેડો ઘર” એ કહેવત ખરેખર સાચી છે, જે પરિવારના મહત્વને સમજાવે છે. પરિવારએ ભારતીય સમાજનું પાયાનું અને મહત્વનું અંગ છે. મનો- સામાજિક દ્રષ્ટિએ પણ પરિવારનું મહત્વ આગવું છે. પરિવારએ આપણી શારીરિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને સંતોષેછે. વ્યક્તિનાં વિકાસમાં પરિવાર એ મહત્વની ભૂમિકા ભજવે છે.

“કોરોનાકાળ” દરમિયાન આપણને બધાને પરિવારની અગત્યતા સમજાઈ. પરિવારની હુંફ અને ટેકાને લીધે ઘણાબધા લોકો કોરોનાનો સામનો કરી શક્યા.આપણા આ ભારતદેશમાં દિવાળી, હોળી જેવા અન્ય તહેવારો પરિવાર સાથે ઉજ્જવવાનું મહત્વ છે.આવા તહેવારો પરિવાર સાથે ઉજજવવાથી આનંદ અને ઉત્સાહમાં વધારો થાય છે. આપણી ચિંતાઓ, નિરાશાઓ અને મનોભારને ઓછો કરવામાં પરિવારની આગવી ભૂમિકા છે. મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો તેમજ તબીબો પણ પરિવારનાં વાતાવરણની માનસિક રોગો અને માનસિક સ્વાસ્થયમાં અસરોને સ્વીકારે છે. માનસિક સ્વાસ્થ્ય સારૂ હશે કે ખરાબ તેની ઉપર પરિવારનાં વાતાવરણની અસર જોવા મળે છે.

બાળકોના વિકાસમાં પરિવારની ખુબ મહત્વની ભૂમિકા છે. પરિવાર એક વાતાવરણ છે. બાળકનાં ઘડતર અને વિકાસમાં તેનો ફાળો ખુબ મહત્વનો છે.બાળકોનાં શારીરિક, સામાજિક, બૌદ્ધિક, નૈતિક, આવેગાત્મક, બોધાત્મક અને માનસિક વિકાસમાં પરિવારનાં વાતાવરણનું ખુબ જ મહત્વનું છે.જો પરિવારનું વાતાવરણ સ્વસ્થ હશે તો બાળકોનાં સર્વાંગી વિકાસ થશે. જો પરિવારનું વાતાવરણ તંદુરસ્ત નહી હોયતો બાળકના અભ્યાસમાં માનસિક રોગોનો ભોગ બનવાની કે આસમાજિક વર્તન કરવાની સંભાવના વધી જાય છે. પરિવારનો દરેક સભ્ય એકબીજાથી પરિચિત હોય છે. એકબીજાના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભિન્નતાઓથી પરિચિત હોયછે.એને કારણે દરેક સભ્ય એકબીજાને તથા તેમની ઉણપોને જાણે છે. સહાનુભૂતિ અને સાંત્વન દ્વારા દરેક સભ્ય એકબીજાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને સંતોષે છે.

પારિવારિક સંઘર્ષો દરેક પરિવારમાં જોવા મળે છે. પરિવારનું વાતાવરણ ઘણીવાર તંગદિલી વધારનારું હોય છે. અકસ્માત, લાંબી માંદગી, બેકારી, મુખ્ય સભ્યનું અવસાન વગેરે બાબત પરિવારના સભ્યો પર વિપરિત અસર પાડે છે, છતાં પરિવારમાં રચનાત્મક પગલા, જવાબદારીની ભાવના,સભ્યોની પરિપૂર્ણ સ્વીકૃતિ, મતભેદો અને ભિન્નતા માટે આકરા સહકારી વલણ વગેરે લેવામાં આવે તોપરિવારની તંગદિલી હળવી થાય છે.

સુખી પરિવારો આપમેળે બનતા નથી. પરિવારના સૌ સભ્યોની સમજૂતી અને સહકારની ભાવનામાથી સર્જાય છે. ગમેતેવા સંજોગોમાં પરિવારના સભ્યોએ એકબીજા માથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહી, કોઈપણ રીતે પરસ્પર વ્યવહારચાલુ રાખવો જોઈએ, પ્રશ્નોની ખુલ્લામને ચર્ચા કરવી, આંતર સંઘર્ષ સમજૂતીથી દૂર કરવો, અંગતરીતે વિચાર કરવાને બદલે સમગ્ર પરિવારને કેન્દ્રમાં રાખીને વિચારવું જોઈએ, પરિવારનાં ગંભીર પ્રશ્નો પ્રત્યે રમુજનું વલણ કેળવવું, પ્રશ્નોની ગંભીરતા સમજી તેને હળવો બનાવવાની આવડત કેળવવી, રમુજની ભાવનાથી સંકુચિત થયેલા આવેગો અને સબંધોને વ્યક્ત થવાની તક મળે છે. પરિવારનું વાતાવરણ એવુંહોવું જોઈએ કે દરેક સભ્યોને મુક્તમને ચર્ચા કરવાની સ્પેસ મળે, તેમજ બીજા સભ્યો એકબીજાને સાંભળી શકે એના માટે CONFIDENTIALITY પણ જાળવવી જોઈએ. કોઈ વ્યક્તિના નિર્ણય કે પ્રશ્નમાં Non- Judgemental અભિગમ દાખવવો જોઈએ, અને કોઈ પ્રશ્ન, સમસ્યા કે નિર્ણય માટે પણ પરિવારનાં દરેક સભ્યોના મત લેવા જોઈએ. દરેક વ્યક્તિની સ્વતંત્રતાને આંશિક મહત્વ આપવું જોઈએ. જો સ્વતંત્રતાને છીનવી લેવામાં આવેકે તેના ઉપર બંધન લાગેતો પ્રોબ્લેમ થાયછે, અંદર-અંદર ઘર્ષણ થાયછે અને પરિવારનું વાતાવરણ તંગદિલ બની જાયછે.

તો ચાલો, આપણે પરિવારની ભાવના વધારે મજબૂત થાયતે માટે વ્યક્તિકેન્દ્રિત બનવાને બદલે પરિવારકેન્દ્રિત બનીએ, આપણા અને સમાજના સામાજિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરીએ, સ્વસ્થ સમાજનો પાયો સ્વસ્થ પરિવારોમાજ રહેલો છે. એટલે જ તો કહેવાય છે કે “ અસલી મજા સબ (પરિવાર) કે સાથ હૈ.”

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS