માઈગ્રેન એ એક પ્રકારના માથાનો દુખાવો છે, પરંતુ માઈગ્રેન એ સામાન્ય માથાનો દુખાવો નથી અને તે નિયમિત પણ નથી હોતો, તે એક જટિલ ન્યૂરોલોજીકલ સ્થિતિ છે જે વ્યક્તિની જીવનશૈલીને નોંધપાત્ર રીતે અસર કરે છે. માઈગ્રેન (આધાશીશી) એ સામાન્ય રીતે માથાના એકજ બાજુએ તીવ્ર દુખાવાથી શરુ થાય છે જો કે કેટલાક લોકોને માથાના બંને ભાગમાં પણ દુખાવો થઇ શકે છે, આધાશીશી એ થોડા કલાકો થી લઈને કેટલાક દિવસ સુધી પણ ટકી શકે છે.
માઈગ્રેન કોઈપણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરની વ્યક્તિને થઇ શકે છે, સ્ત્રીઓ માં માઈગ્રેનનું પ્રમાણ વધારે જોવા મળે છે, બાળકોમાં પણ માઈગ્રેનના લક્ષણો જોવા મળી શકે છે માઈગ્રેનના લક્ષણો, કારણો અને ઉપચાર વિશે સમજવાથી તેની યોગ્ય રીતે અસરકારક સારવાર કરાવી શકાય છે.
માઈગ્રેન ના લક્ષણો
માઈગ્રેન સામાન્ય રીતે એક ખાસ પેટર્ન થી થાય છે પરંતુ એવું જરૂરી નથી કે દરેક દ
ર્દીમાં આવી પેટર્ન હોવી જ જોઈએ.
માઈગ્રેન ની પેટર્નના ૪ ફ્રેઝ હોય છે.
ટ્રીગર્સ (Triggers)
વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે માઇગ્રેન ના દર્દીનું મગજ સામાન્ય લોકો કરતા વધારે સંવેદનશીલ
હોય છે, જેથી સામાન્ય વ્યક્તિને તકલીફ ના આપનારા કારણો/ટ્રીગર્સ એ માઇગ્રેન ના દર્દી
માટે માથાનો દુખાવો શરુ થવાનું કારણ બની શકે છે. આવા ટ્રીગર્સ ને કારણે મગજના
રસાયણોમાં ફેરફાર થાય છે, આ મગજના કેમિકલના ફેરફારને લીધે મગજને લોહી પહોંચાડતી
નસો ફૂલવા અને સંકોચાવા માંડે છે, જેના પરિણામે માઇગ્રેન નો માથાનો દુખાવો થાય છે.
દરેક માઈગ્રેનના દર્દીઓ માટે ટ્રીગર્સ અલગ અલગ હોય છે, અને આવા ટ્રીગર્સ એ સમયની
સાથે સાથે બદલાતા પણ હોય છે
માઇગ્રેન ને પહોંચી વળવા માટે દર્દીએ જાતે જ પોતાના ડીટેકટીવ બનવું જરૂરી છે. આ માટે દર્દીએ પોતાના માથાના દુખાવાની સંખ્યા, તીવ્રતા, માત્રા તેમજ દુખાવા સિવાયના બીજા લક્ષણો પર ધ્યાન રાખવું પડે, જે દર્દીની સારવાર પ્લાન કરવામાં અગત્યનો ફાળો ભજવે છે. આ ઉપરાંત દર્દી સેલ્ફ ડાયરી બનાવી શકે છે જેના પરથી માઈગ્રેન માટેના ટ્રીગર્સ પણ જાણી શકાય છે. જેના પરથી વ્યક્તિએ પોતાના જીવનમાં કે જીવનશૈલીમાં શું ફેરફાર લાવવો છે તે જાણી શકાય છે.
માઈગ્રેન ની સારવાર
માઈગ્રેન ની સારવાર મુખ્ય બે રીતે થાય છે.
આ બધી દવાઓની સાથે દર્દીએ પણ પોતાના ટ્રીગર્સ પર પણ કામ કરવું પડે છે. જો દર્દી ટ્રીગર્સ ને ટાળશે તો એના માથાના દુખાવાની સંખ્યા, માત્રા અને તીવ્રતા પણ ઓછી થઇ શકે છે. અને તેના માઈગ્રેન પર કાબુ મેળવી શકે છે.
Disclaimer: This website is for information purposes. This is NOT medical advice. Always do your own due diligence.
© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS