માનસિક બીમારી અંગેની ગેરમાન્યતા અને હકીકત

માનસિક બીમારી અંગેની ગેરમાન્યતા અને હકીકત

આપણાં સમાજમાં માનસિક બીમારી અને માનસિક રોગીને લઈને ઘણીબધી ગેરમાન્યતાઓ જોવા મળે છે. આવી ગેરમાન્યતાઓ અને તે અંગેની હકીકતો વિશે ચર્ચા કરીએ.

ગેરમાન્યતા :- માનસિક બીમારી એટલે પાગલપણું કે ગાંડપણ

હકીકત :- દરેક માનસિક બીમારી એ પાગલપણું કે ગાંડપણ નથી હોતું.માનસિક બીમારીઓમાં ડિપ્રેશન, ઊંઘની સમસ્યા, ચિંતારોગ, સેક્સસબંધી સમસ્યા, વ્યસન વગેરે જેવી ઘણીબધી બીમારીઓનો સમાવેશ થાયછે. જેમાં દર્દીને કોઈ માનસિક અસ્થિરતા કે ગાંડપણની તકલીફ હોતી નથી. તે માનસિક રીતે થોડા અસ્વસ્થ હોય છે,તેમના સમયસરના ઈલાજ બાદ તેમને સ્વસ્થ બનાવી શકાય છે. જે લક્ષણોને પાગલપણું માનવામાં આવેછે તેમાત્ર 5-10 % માનસિક દર્દીમાં જ જોવા મળે છે.

ગેરમાન્યતા :- માનસિક બીમારીઓ એ કદી મટી શકે નહી એવી બીમારી છે.

હકીકત :- માનસિક બીમારીઓ સેકંડો પ્રકારની હોય છે, જેમ અમુક શારીરિક બીમારીઓ જેવીકે હ્રદયની બીમારી, બ્લડપ્રેશર, થાયરોઈડ, ડાયાબિટીસ, કિડનીની બીમારી વગેરેની દવાઓ આજીવન લેવી પડેછે, તેમ અમૂક માનસિકબીમારીજેમકે સ્કીઝોફ્રેનિયા, ડીમેન્શિયા વગેરેની દવા આજીવન લેવીપડી શકે છે. પરંતુ અમૂક માનસિક બીમારીઓ જેવીકે ડિપ્રેશન, ચિંતા, ધુનરોગ વગેરે જેવી બીમારીઓની દવા સાઈક્રિયાટ્રીસ્ટ ની દેખરેખ હેઠળ યોગ્ય રીતે નિયમિત કરવાથી ધીમે ધીમે બંધ પણ થઈ શકે છે.

ગેરમાન્યતા :- હું ભણેલો-ગણેલો છું, મને કોઈ આર્થિક/સામાજિક/કૌટુંબિક/ વ્યક્તિગત ચિંતા કે ટેન્શન નથી, હુ સાયકોલોજીકલી ખુબ મજબુત છુ, તો મને માનસિક બીમારી ના થઈ શકે.

હકીકત :- માનસિક બીમારીઓ ગરીબ-ધનવાન , ભણેલા-અભણ, સ્ત્રી-પુરુષ, ઘરડા-યુવાન કોઈને પણ નાતજાત કે ધર્મના ભેદભાવ વગર થઈ શકે છે, જેની સારવાર શક્ય છે. માનસિક બીમારીએ બાહ્ય કારણો ઉપરાંત આનુવંશિક કારણે અને મગજમાં થતાં ચોકકસ કેમિકલ ફેરફારના કારણે પણ થઈ શકે છે.

ગેરમાન્યતા :- માનસિક બીમારી જેવી હકીકતમાં કોઈ બીમારી જ નથી, એતો માત્ર મન નો વહેમ છે.

હકીકત :- માનસિક બીમારીએ બીજી બીમારીની જેમ જ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી બીમારી છે એ વાત સાચી છે,જેમકે શારીરિક બીમારી માટે લેબટેસ્ટ, સીટી સ્કેન, MRI જેવી તપાસ થાય છે એવી લોહી કે પેશાબ કે સ્કેનની તપાસ માનસિક બીમારી માટે નથી પણ અમૂક સાયકોલોજીકલ તપાસ, વ્યક્તિના વર્તનના અભ્યાસ કરવાથી માનસિક બીમારીનું સચોટ નિદાન થાય છે અને તેની ગંભીરતાનો ખ્યાલ મેળવી શકાય છે.

ગેરમાન્યતા :- આખી દુનિયામાં મને જ માત્ર આવા પ્રકારની માનસિક બીમારી થઈ છે.

હકીકત :- આખી દુનિયામાં લાખો લોકો વિવિધ પ્રકારની માનસિક બીમારીઓથી પીડાય છે પણ કમનસીબે આપણો સમાજ માનસિક બીમારીને એક વ્યક્તિગત ખામી કે કલંકની જેમ જુએ છે એટલે બધા માનસિક રોગના દર્દીઓ મુક્તપણે પોતાની બીમારીને જાહેરમાં સ્વીકારતાં નથી.

ગેરમાન્યતા :- હું માનસિક રીતે મજબૂત છું તેથી મારે દવાઓ લેવાની જરૂર નથી, કે હું માનસિક રીતે નબળો છુ એટલે મારે દવાઓ લેવી પડે છે.

હકીકત :- માનસિક બીમારી એ મગજમાં થતા કેમિકલ ફેરફારોને લીધે થાય છે, તેમા વ્યક્તિના મગજ પર વિચારો નુ દબાણ હોય છે જે વ્યક્તિના મનને અસર કરે છે. તેના આ દબાણ અને કેમિકલ ઇમબેલન્સને સ્ટેબલ કરવા માટે દવાઓ આપવી જરૂરી બને છે.

ગેરમાન્યતા :- માનસિક બીમારીમાંથી બહાર આવવા થોડા યોગ- પ્રાણાયામ મેડીટેશન કરું છુ, તેથી મારે દવાની જરૂર નથી.

હકીકત :- યોગ- પ્રાણાયામ- મેડીટેશન હળવા પ્રકારની ચિંતા કે ડિપ્રેશન કે સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ ગંભીર પ્રકારની માનસિક બીમારીમાં યોગ- પ્રાણાયામ- મેડીટેશન કરવાથી કોઈ સુધારો આવતો નથી. તે માટે યોગ્ય દવાઓ અને કાઉન્સેલીંગની જરૂર પડે છે.

ગેરમાન્યતા :- હુ માનસિક બીમારીમાથી બહાર આવવાં પોજીટિવ વિચારો લાવીશ, મન મજબૂત રાખીશ તો મારે કોઈ દવાઓ કે કાઉન્સેલીંગની જરૂર નથી.

હકીકત :- માત્ર પોજીટિવ વિચારો કરવાથી કે મન મજબૂત કરવાથી ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસ જેવી હળવા પ્રકારની માનસિક બીમારીઓમાં અસર દેખાય છે, પરંતુ ડિપ્રેશન કે ચિંતારોગ માં પણ રોગની તીવ્રતા ની દ્રષ્ટિએ દવાઓની જરૂરિયાત પડે છે. વિચાર અને લાગણી સંપૂર્ણપણે ઈચ્છાને આધારીત નથી, ઘણીવાર બીમારી પાછળ બાઓલોજિકલ કે વ્યક્તિના પોતાના જૈવિક કારણો કે અનુવંશિકતા અસર કરતી હોય છે.ગંભીર પ્રકારની માનસિક બીમારીઓમાં દવાઓ લેવી ખૂબજ જરૂરી બને છે.

હકીકત :- માત્ર પોજીટિવ વિચારો કરવાથી કે મન મજબૂત કરવાથી ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસ જેવી હળવા પ્રકારની માનસિક બીમારીઓમાં અસર દેખાય છે, પરંતુ ડિપ્રેશન કે ચિંતારોગ માં પણ રોગની તીવ્રતા ની દ્રષ્ટિએ દવાઓની જરૂરિયાત પડે છે. વિચાર અને લાગણી સંપૂર્ણપણે ઈચ્છાને આધારીત નથી, ઘણીવાર બીમારી પાછળ બાઓલોજિકલ કે વ્યક્તિના પોતાના જૈવિક કારણો કે અનુવંશિકતા અસર કરતી હોય છે.ગંભીર પ્રકારની માનસિક બીમારીઓમાં દવાઓ લેવી ખૂબજ જરૂરી બને છે.

અહીયાં આપણે માનસિક બીમારી વિશે સમાજમાં બંધાયેલી ગેરમાન્યતાઓ અને તેની પાછળની હકીકતોની ચર્ચા કરી. માનસિક દર્દીઓમાં દવાઓને લઈને પણ કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે તેની ચર્ચા આપણે આગળના આર્ટિક્લ ( PART-2) માં કરીશું.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS