આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મારી પાસે તો ટાઈમ જ નથી, સમય જ નથી મળતો, આખો દિવસ ક્યાં પૂરો થઇ જાય છે ખબર જ નથી પડતી. હકીકતમાં આવી વ્યક્તિઓ સમયનું યોગ્ય મેનેજમેન્ટ નથી કરી શકતી પરિણામે તે તણાવ અનુભવે છે. દરેક વ્યક્તિ માટે દિવસના કલાકો (૨૪) સરખા જ હોય છે પરંતુ તે કલાકોની અંદર કેવી રીતે કાર્ય પૂર્ણ કરવા અને સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરવું એ બહુ મહત્વની બાબત છે. ટાઈમ મેનેજમેન્ટ એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે આપણા જીવનના વિવિધ પાસાઓ પર અસર કરે છે. વ્યવસાયિક સફળતા થી લઈને વ્યક્તિગત સુખ માટે પણ મહત્વનું છે. યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અપનાવવાથી ઉચ્ચ કાર્યક્ષમતા, તણાવમાં ઘટાડો અને સંતુલિત જીવન મળી શકે છે. ટાઈમ મેન્જમેન્ટ એ વ્યક્તિઓને સમયસર કાર્ય પૂર્ણ કરવા, સમયમર્યાદા પુરી કરવા અને તેમના કાર્યના બોજ પર નિયંત્રણ રાખવામાં મદદરૂપ થાય છે.
અહીં આપણે યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરવાથી થતા લાભો અંગે ચર્ચા કરીએ.
અસરકારક ટાઈમ મેનેજમેન્ટ વ્યક્તિઓને જરૂરી કાર્યોને પ્રાધાન્ય આપવામાં, સૌથી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે અને બિનજરૂરી પ્રવૃત્તિઓ કે કાર્યમાં ખર્ચવામાં આવેલ સમયને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી વ્યક્તિની કાર્યક્ષમતા વધે છે અને પરિણામે કાર્યની ઉત્પાદકતા માં વધારો થાય છે.
સમયને અસરકારક રીતે મેનેજ કરવાથી સમયમર્યાદા, જબરજસ્ત વર્કલોડ અને છેલ્લી ઘડીએ કરવામાં આવેલ કાર્ય સાથે સંકળાયેલા તણાવને ઘટાડવામાં મદદ મળે છે. કાર્યોની યોજના અને યોગ્ય આયોજન કરીને વ્યક્તિ કાર્યલક્ષી ચિંતા અને દબાણને ઓછું કરી શકે છે, જે તેના તણાવ ઓછો કરવા માં મદદરૂપ થાય છે.
જીવનને સુખમય બનાવવા માટે કામ અને પરિવાર બંને વચ્ચે સંતુલન હોવું એ અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. તંદુરસ્ત વર્ક-લાઈફ બેલેન્સ હાંસલ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ બહુજ નિર્ણાયક પાસું છે. ટાઈમ મેનેજમેન્ટ વ્યક્તિઓને કાર્ય, કુટુંબ, મિત્રો, આરામ, મનોરંજન અને વ્યક્તિગત વિકાસ વચ્ચે અસરકારક રીતે સમય ફાળવવા માટે સક્ષમ બનાવે છે અને વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે આ સંતુલન ખુબ જરૂરી છે.
સ્પષ્ટ ધ્યેયો (લક્ષ્યો) નક્કી કરવા અને સમયનું અસરકારક રીતે સંચાલન કરવાથી વ્યક્તિઓને તેમના ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે, જે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બંને ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે રોડમેપ પૂરો પાડે છે. નક્કી કરેલા લક્ષ્યો માટે કામની યોજનાઓ બનાવીને વ્યક્તિઓ તેમની આકાંક્ષાઓ તરફ સતત કામ કરી શકે છે અને સફળતા તરફ આગળ વધે છે.
યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ સાથે વ્યક્તિઓ પાસે વિચારવા, આયોજન કરવા અને જાણકાર નિર્ણયો લેવા માટે સમયની વૈભવી તક હોય છે. ટાઈમ મેનેજમેન્ટ વ્યક્તિને પ્લાનિંગ કરીને સમયસર निर्णયો લેવાની ક્ષમતા આપે છે, જે ઉતાવળના અને અયોગ્ય निर्णયો લેવાની સંભાવનાને ઘટાડે છે અને વિચારશીલ અને વ્યૂહાત્મક નિર્ણય લેવાને પ્રોત્સાહન આપે છે.
દરેક કાર્યને પૂરતો સમય ફાળવવાથી વ્યક્તિઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્ય કરવા માટે જરૂરી ધ્યાન અને પ્રયત્નો કરી શકે છે, જે કાર્યની ગુણવત્તા વધારીને ભૂલોને ઘટાડે છે. કાર્યોમાં ઉતાવળ કરવાથી ઘણીવાર ભૂલો વધારે થાય છે. જયારે સારી રીતે સંચાલિત શેડ્યૂલ કાર્યની સંપૂર્ણતા અને ચોકસાઈ માં વધારો કરે છે.
કાર્યક્ષમ ટાઈમ મેનેજમેન્ટ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે વધુ તકો આપે છે. તે વ્યક્તિઓને નવા પ્રોજેક્ટસ લેવા, નવા કૌશલ્યો શીખવા, તેમના શોખ અને રુચિઓનો વિકાસ કરી અને સફળતા માટે યોગદાન આપે છે, જેના માટે ટાઈમ મેનેજમેન્ટ એ વધુ સમય અને ઉર્જા આપે છે.
ટાઈમ મેનેજમેન્ટ કૌશલ્ય વિક્સાવવાથી સ્વ શિસ્ત વધે છે, તે વ્યક્તિઓને સમયપત્રક ને વળગી રહેવા, વિલંબ ટાળવા અને વિક્ષેપોનો પ્રતિકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
કાર્યોને નાના નાના ભાગોમાં વિભાજીત કરીને તેમને યોગ્ય રીતે શેડ્યૂલ કરવાથી ભરાઈ જવાની લાગણીઓ અટકાવી શકાય છે અને વધુ પ્રોજેક્ટસ અને કાર્યો પૂર્ણ કરવાનું પ્રોત્સાહન મળે છે.
ટાઈમ નું અસરકારક રીતે સંચાલન કરીને વ્યક્તિઓ વધુ ઝડપથી અને અસરકારક રીતે કાર્યો પૂર્ણ કરી શકે છે, અને વ્યક્તિને આરામ, શોખ અને પ્રિયજનો સાથે સમય પસાર કરવા માટે વધુ સમય મળી જાય છે.
કાર્યસ્થળમાં અસરકારક ટાઈમ મેનેજમેન્ટ એ વિશ્વનીયતા અને વ્યાવસાયીકરણ સાથે સંકળાયેલું હોય છે, જે કારકિર્દી માં પ્રગતિની તકો વધારે છે.
સમયનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ થી લક્ષ્યો હાંસલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જેનાથી વ્યક્તિગત સંતોષની લાગણી થાય છે. તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સફળતા માટે પ્રયત્નશીલ રહેવાની પ્રેરણામાં વધારો કરે છે.
આમ, યોગ્ય અને અસરકારક ટાઈમ મેનેજમેન્ટ વ્યક્તિના સ્વ વિકાસ અને વ્યવસાયિક વિકાસ માટે ખુબ લાભદાયક છે. યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું કે તે કરવા માટેની કેટલીક ટિપ્સ ની ચર્ચા આપણે આર્ટિકલ ના પાર્ટ -૨ માં જોઇશુ.
Disclaimer: This website is for information purposes. This is NOT medical advice. Always do your own due diligence.
© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS